ન્યૂઝીલેન્ડના ૨૦૦ વર્ષમાં સદનમાં સૌથી નાની ઉંમરની સાંસદ હાના રાવહિતી
ન્યૂઝીલેન્ડના સંસદ સત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યૂઝીલેન્ડની સંસદમાં જોરદાર ગરમાગરમી જોવા મળી હતી. હકીકતમાં જોઈએ તો, માઓરી સાંસદ હાના રાવહિતી કરિયારીકી મૈપી ક્લાર્કે સંસદમાં જ હાકા નૃત્ય કરતા સ્વદેશી સંધિ બિલની એક કોપી ફાડી નાખી. આ ઘટના બાદ અન્ય લોકો પણ તેમાં જોડાઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે, હાના રાવહિતી ન્યૂઝીલેન્ડની સંસદમાં સૌથી નાની ઉંમરની સાંસદ છે. ન્યૂઝીલેન્ડના સંસદ સત્રનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં જોઈએ તો, ન્યૂઝીલેન્ડની સાંસદ સિદ્ધાંત બિલ પર મતદાન કરવા માટે સંસદમાં એકઠા થયા હતા. આ દરમ્યાન ૨૨ વર્ષીય માઓરી સાંસદ હાના રાવહિતીએ સત્રને સંબોધિત કરી દીધું. આ દરમ્યાન તેણે બિલની કોપી પણ ફાડી નાખી હતી અને સદનમાં પરંપરાગત હાકા નૃત્ય કર્યું હતું. હાના રાવહિતીએ આવું કર્યા બાદ તરત સદનના અન્ય સભ્યો અને ગેલેરીમાં બેઠેલા દર્શકો પણ હાના સાથે હાકા ડાન્સમાં જોડાઈ ગયા હતા. આ કારણે સ્પીકર ગેરી બ્રાઉનલીએ સદન સત્રને થોડા સમય માટે સ્થગિત કરી દીધું હતું. આપને જણાવી દઈએ કે, ૧૮૪૦માં વેટાંગી સંધિમાં નિર્ધારિત સિદ્ધાંતો અંતર્ગત, જે સરકાર અને માઓરીની વચ્ચે સંબંધોને નિર્દેશિત કરે છે, જનજાતિઓને બ્રિટિશોના શાસન સોંપવાના બદલામાં પોતાની જમીન બનાવી રાખવા અને પોતાના હિતોની રક્ષા કરવાના વ્યાપક અધિકારોનું વચન આપ્યું હતું. બિલમાં નિર્દિષ્ટ કર્યું હતું કે, તે અધિકારો તમામ ન્યૂઝીલેન્ડવાસીઓ પર લાગુ થવા જોઈએ.
હાના રાવહિતી કરિયારીકી મૈપી ક્લાર્ક ન્યૂઝીલેન્ડમાં ૨૨ વર્ષીય સાંસદ છે, જે સંસદમાં પાટી માઓરીનું પ્રતિનિધિત્વ કરે છે. તે ન્યૂઝીલેન્ડના ૨૦૦ વર્ષમાં સદનમાં સૌથી નાની ઉંમરની સાંસદ છે. મૈપી ક્લાર્કે શરૂઆતમાં ખૂબ જ ચર્ચામાં રહી હતી, જ્યારે તે ન્યૂઝીલેન્ડમાં ૨૦૨૩ની ચૂંટણીમાં ચૂંટાઈને આવી અને સંસદમાં પહેલી વાર ભાષણ આપતાં પરંપરાગત હાકાનું પ્રદર્શન કર્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આપને જણાવી દઈએ કે, હાના ન્યૂઝીલેન્ડની સંસદમાં સૌથી નાની ઉંમરની સાંસદ છે.