કોગ્રેસના ખડગેએ ભાજપ પર પ્રહાર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ બંધારણ અને EVM ને લઈને સરકાર પર પ્રહાર ચાલી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંવિધાનને લઈને મહારેલીની શરૂઆત કરી હતું. તેમણે કહ્યું કે, આપણે ઘણી વસ્તુઓ મેળવવાની છે. માત્ર એક સંગઠન નથી, દરેક સંગઠન ઈચ્છે છે કે બંધારણ બચાવવું જોઈએ. એટલે આપણે એક થઈને બંધારણને બચાવવાનું પડશે. જેમાં દરેક પાર્ટીના લોકો તેમના મતે કામ કરી રહ્યાં છે, જ્યારે આપણે લોકતંત્રને પણ બચાવવું પડશે.’ ખડગેએ કહ્યું કે, ‘દેશમાં તાજમહેલથી લઈને લાલ કિલ્લો પણ મુસ્લિમોએ બનાવ્યો છે, શું તેને પણ તોડશો?’
દિલ્હીના રામલીલા મેદાનમાં બોલતી વખતે ખડગેએ કહ્યું કે, જ્યાં સુધી લોકતંત્ર નહી બચે તમારી ભાગીદારી નહીં હોય… બ્રિટિશકાળમાં માત્ર અમુક જ મતદારો હતા, જે બધા અમીર અને જમીનદાર હતા. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યાં બાદ ડૉ. આંબેડકરજી અને બંનેએ સાથે મળીને પુખ્ત મતાધિકાર આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. જણાવો કે શું પુખ્ત મતાધિકાર આપવાનો ઠરાવ મોદીએ અપાવવી છે? બધુ બંધારણની દેન છે.’
તેમણે કહ્યું કે, ‘ગત ૧૧ વર્ષમાં ભાજપે સતત બંધારણ, બંધારણીય સંસ્થાઓ અને લોકશાહીને નબળી કરવાની કોશિશ કરી છે. વિપક્ષના અવાજને દબાવવાની કોશિશ કરી છે. મીડિયા પર નિયંત્રણો લાદવામાં આવ્યા. પત્રકારોને જેલમાં નાખ્યાં. ભાજપના નેતા ખુલ્લેઆમ બંધારણને બદલવા માટે ૪૦૦ બેઠકોની માંગ કરવા લાગ્યા હતા. આવા માહોલમાં રાહુલ ગાંધીએે કાશ્મીરથી કન્યાકુમારી અને પછી મણિપુરથી મુંબઈ સુધી યાત્રા નીકાળી. આ યાત્રામાં કોંગ્રેસ પાર્ટીએ જનતાના મુદ્દાઓને ધ્યાને લીધા અને દેશનો મુદ્દો બનાવ્યો. જ્યારે આજે તમે બધા અહીં આ ઐતિહાસિક રામલીલા મેદાનમાં એકઠા થયા છો, કારણ કે આ મુદ્દાઓ આજે પણ પૂરા નથી થયાં.’
લોકોના મુદ્દાઓને લઈને ખડગેએ કહ્યું કે, મને ખુશી છે કે તમે બધા એવા મુદ્દાઓ પર પણ લડી રહ્યા છો, જે દેશના યુવાનો, મજૂરો, પછાત વર્ગો, લઘુમતીઓ અને ખેડૂતોની સમસ્યાઓ છે. વક્ફ બોર્ડમાં દખલગીરી હોય, ખાનગીકરણ પર પ્રતિબંધ હોય અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો અંત આવે, ખાલી પડેલી જગ્યાઓ ભરવાની હોય, સરકારી ભંડોળથી ચાલતા પ્રોજેક્ટમાં અનામત હોય, ખેડૂતો માટે સ્જીઁ ગેરંટી હોય, પાણી, જંગલો અને આદિવાસીઓની જમીન બચાવવાની હોય કે પછી યોગ્ય રીતે ચૂંટણીઓ યોજવવાની વાત હોય… આ બધી આપણી પ્રાથમિક જવાબદારીની બાબતો છે. અમે કોઈપણ રાજકીય કે આર્થિક શક્તિને લોકશાહીનો નાશ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. લોકોને જાણ હોવી જાેઈએ કે, દેશ એક છે અને કોઈ પ્રકારે ભેદભાવ ન થવો જાેઈએ. જ્યારે રાહુલ ગાંધીએ આ વાત ઉઠાવી હતી કે, જાતિની વસ્તી ગણતરી થાય, ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહએ આના પર સવાલો ઉઠાવ્યાં.’
સંભલ મુદ્દે ખડગેએ કહ્યું કે, ભાજપ કહે છે કે પહેલા મંદિર હતું, હવે મસ્જિદ છે, મસ્જિદ નીચે મંદિર છે. મોહન ભાગવતે ૨૦૨૨માં કહ્યું હતું કે, દરેક મસ્જિદમાં શિવાલય શોધવાનું કામ ન કરો. ૧૯૪૭ પહેલા ધાર્મિક સ્થળોની યથાશક્તિ રાખવા માટે ૧૯૯૧માં કાયદો બનાવ્યો હતો, પરંતુ તેને પણ માનતા નથી. આમ કાયદો પણ તમે બનાવો છો અને એને તોડો પણ તમે જ છો. તાજમહેલ મુસ્લિમોએ બનાવ્યો, એને પણ જઈને તોડો. જ્યારે લાલ કિલ્લો પણ મુસ્લિમોએ બનાવ્યો છે, તેને પણ તોડી નાખો. હૈદરાબાદમાં કિલ્લો છે, તેને પણ તોડી નાખો. બધુ આમ જ આપણે ખત્મ કરી દઈશું?
ખડગેએ કહ્યું કે, હું પણ હિન્દુ છું. મારુ નામ મલ્લિકાર્જુન છે. હું સેક્યુલર રહેવાના કારણે ઈચ્છું છું કે એક થઈએ ચાલીએ. વક્ફ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. આ લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. જાે આ લોકો આમ જ કરતા રહેશે તો ફરી એકવાર દેશ ગુલામીમાં જશે. બાબા સાહેબે આ વાત કહી હતી. અમે બધા સાથે મળીને ન્યાય માટે લડીશું.’