‘દેશની ૩૦ ટકા ખેતી લાયક જમીન ખરાબ રીતે પ્રભાવિત થઈ’

Share this Article:

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની માટીની ખરાબ થતી ગુણવત્તા અંગે ચિંતા વ્યકત કરી

કૃષિ મંત્રીએ વૈશ્વિક સંમેલનને વર્ચ્યુઅલી કર્યું સંબોધન

(સંપૂર્ણ સમાચાર સેવા)

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશમાં માટીની ખરાબ થતી ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી હતી. કૃષિ મંત્રીએ કહ્યું કે ‘દેશની ૩૦ ટકા ખેતી લાયક જમીન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ માટે આપણે ટકાઉ ખેતી તરફ વળવું જોઈએ કારણ કે, માટીની ગુણવત્તા જાળવી રાખવાની હવે ખાસ જરૂર છે. માટીની ગુણવત્તા પર આયોજિત વૈશ્વિક સંમેલનને ઓનલાઈન સંબોધિત કરતાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘ભૂખમરાને સમાપ્ત કરવા, ક્લાઈમેટ ચેન્જ તેમજ જમીન-જીવન સંબંધિત સતત વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે માટીની ગુણવત્તામાં સુધારો થવો અત્યંત જરૂરી છે.’

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું, ‘આપણે દર વર્ષે ૩૩ કરોડથી વધુ ખાદ્યાન્નોનું ઉત્પાદન કરી રહ્યાં છીએ. ૫૦ અબજ અમેરિકન ડૉલર મૂલ્યની નિકાસ કરી રહ્યાં છીએ, પરંતુ આ સફળતા પોતાની સાથે ચિંતાઓ પણ લઈને આવી છે. ખાસ કરીને માટીની ગુણવત્તાના મામલે. ભારતની લગભગ ૩૦ ટકા જમીનની ગુણવત્તા ખાતરનો વધુ પડતા અને અસંતુલિત ઉપયોગથી સર્જાઈ છે. કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને માટી વ્યવસ્થાપનના અભાવના કારણે ખેતજમીનો બરબાદ થઈ રહી છે.’

આ દરમિયાન તેમણે સરકાર દ્વારા માટીની ગુણવત્તાને જાળવી રાખવા સરકારના પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘સરકાર દ્વારા ખેડૂતોને ૨૨ કરોડથી વધુ માટી ગુણવત્તા કાર્ડ વહેંચવામાં આવ્યા છે. સૂક્ષ્મ સિંચાઈ, જૈવિક અને કુદરતી કૃષિ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.’આ વાત કરીને તેમણે એ વાત પર જોર આપ્યું કે વધતા તાપમાન, અનિયમિત વરસાદ અને ક્લાઈમેટ ચેન્જ પડકારોને જોતા આપણે વધુ ઠોસ પ્રયત્નોની જરૂર છે.

આ કાર્યક્રમમાં હાજર નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે બ્રાઝિલ તથા આજેર્ન્ટિના જેવા દક્ષિણ અમેરિકન દેશોમાં સંરક્ષિત ખેતી અને ખેડાણ રહિત પદ્ધતિઓના સફળ અમલ છતાં ભારત અને દક્ષિણ એશિયામાં આમને મોટાપાયે ન અપનાવવા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમુક બિન સરકારી સંગઠન અને ખાનગી કંપનીઓ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યાં છે પરંતુ તેનો વિસ્તાર મર્યાદિત છે. ઈન્ડિયન સોઈલ સાયન્ટિસ્ટ સોસાયટીએ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

આ સંમેલનમાં ICAR ના ડિરેક્ટર જનરલ હિમાંશુ પાઠક, છોડની જાતો અને ખેડૂત અધિકાર સંરક્ષણ સત્તામંડળના અધ્યક્ષ અને આઈએસએસએસના અધ્યક્ષ એચ પાઠક પણ હાજર હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.