પોલીસે CCTV ફુટેજ પરથી નોંધ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના દહેરાદૂનમાં ૧૨ નવેમ્બર મંગળવારે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. જેમાં જીવ ગુમાવનાર કોલેજના છ વિદ્યાર્થીઓ નશામાં હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત પહેલાં તેઓએ દારૂ પાર્ટી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે પણ CCTV ફુટેજ પરથી નોંધ્યું છે કે, આ મૃતકોની ઈનોવા કાર અત્યંત સ્પીડમાં હતી.
દહેરાદૂનમાં ૧૨ નવેમ્બરે વહેલી સવારે ઓએનસીજી ચોક ખાતે કોલેજના સાત વિદ્યાર્થીઓની કાર ઈનોવા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં છના માથા ધડથી અલગ થઈ જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર નાસી ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓની રફ્તાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
ડાન્સ અને દારૂ પાર્ટી કર્યા બાદ આ સાત વિદ્યાર્થીઓ ઈનોવા કારમાં જઈ રહ્યા હતાં. ત્યારે તેમણે BMW સાથે રેસ લગાવી હતી. ફૂલ સ્પીડે દોડી રહેલી ઈનોવા અચાનક ટ્રકમાં ઘૂસી જતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃતકો અને ઈજાગ્રસ્તને કાર તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ મૃતકોના ઓટોપ્સી રિપોર્ટ જોયા બાદ તેઓ નશાની હાલતમાં હતા કે નહીં તેની જાણ થશે છ મૃતકોમાંથી એક કુણાલ કુકરેજા કે જે હિમાચલ પ્રદેશથી દહેરાદૂન આવ્યો હતો. અન્ય પાંચના નામ રિષભ જૈન , નવ્યા ગોયલ, કામાક્ષી , અને ગુણીત હતા. આ સિવાય ૨૫ વર્ષીય સિદ્ધેશ અગ્રવાલને ગંભીર ઈજાઓ થઈ હતી. જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.