જર્મની સરકારના આ નિર્ણયથી ભારતના લોકોને થશે ફાયદો

Share this Article:

જર્મન સરકારના ત્રણ મંત્રાલયોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

જર્મની છેલ્લા કેટલાક સમયથી મજૂરોની અછતને કારણે આર્થિક ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટને ધ્યાનમાં રાખીને જર્મની સરકારે ગયા વર્ષે પણ પોતાના શ્રમ બજારને વધારવા માટે ઇમિગ્રેશન નિયમોમાં પણ રાહત આપી હતી. તે હજુ પણ કામદારોની અછતનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે જર્મની સરકારે શ્રમિક વિઝાની કુલ સંખ્યા વધારવાનો ર્નિણય લીધો છે. સરકારે આ માહિતી આપી હતી. આ ર્નિણય અનુસાર સરકારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે (૨૦૨૪) તેમાં ૧૦ ટકાનો વધારો કરવાનો ર્નિણય કર્યો છે. જર્મની સરકાર દ્વારા લેવામાં આવતા ભારતના લોકો માટે આ સારા સમાચાર છે. આ ર્નિણયથી ભારતીયોને ફાયદો થઈ શકે છે.

રિપોર્ટ મુજબ, જર્મન સરકારે ગયા વર્ષે કેનેડાથી પ્રેરિત એક પોઈન્ટ બેસ્ડ સિસ્ટમને અપનાવી હતી. જે ઓપોર્ચ્યુનિટી કાર્ડ તરીકે ઓળખાયમાં આવે છે. આ હેઠળ વ્યાવસાયિકો અને યુનિવર્સિટીના સ્નાતકો માટે દેશમાં પ્રવેશ અપાવવા, અભ્યાસ કરવા અને કામ શોધવામાં વધુ સરળ બનાવે છે. આનાથી બિન-યૂરોપીય સંઘના દેશોના કુશળ કામદારોને તેમની લાયકાત ઓળખ્યા વિના જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી મળે છે.

જર્મન સરકારના ત્રણ મંત્રાલયોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં લગભગ ૨ લાખ પ્રોફેશનલ વિઝા જારી કરવામાં આવશે. વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં આ વર્ષે તેમાં ૧૦ ટકાનો વધારો થયો છે. આના કારણે નોન-ઇયુ દેશોના વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝામાં ૨૦ ટકાનો વધારો થયો છે.

જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે કહ્યું, ‘પ્રતિભાશાળી યુવા જર્મનીમાં પોતાનો અભ્યાસ અને ટ્રેનિંગ સૌથી વધુ સરળતાથી પૂર્ણ કરી શકે છે. ઓપ્યુર્ચિનિટી કાર્ડ કુશળ લોકોને સરળતાથી નોકરી મેળવવાની તક આપે છે. જ્યારે, મંત્રી એનાલેના બેયરબોકે આ સુધારાઓની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે આનાથી દેશમાં કામદારોની અછતને દૂર કરવામાં મદદ મળશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.