જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો સંપન્ન થઈ ગયો છે. રોજગાર, વિકાસ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને ઘૂષણખોરી જેવા મુદ્દા પર લડાયેલી ચૂંટણીમાં ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં બંધ થઈ ગયું છે. ૮૧ સભ્યોવાળી વિધાનસભા ચૂંટણીનું પરિણામ ૨૩ નવેમ્બરે આવવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. આવો જાણીએ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીની સરકાર બની રહી છે.
MATRIZE એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બની શકે છે. ભારતીય જનતા પાર્ટીને ૪૨-૪૭ સીટો મળી શકે છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોર્ચા-કોંગ્રેસને ૨૫-૩૦ સીટો મળી શકે છે. તો અન્યના ખાતામાં ૧થી ૪ સીટ આવી શકે છે. PEOPLE ‘ S PULSE ના એક્ઝિટ પોલમાં પણ ભાજપ આગળ છે. ભાજપને ૪૨-૪૮ સીટો મળી શકે છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોર્ચાને ૧૬થી ૨૩ સીટો મળી શકે છે. જ્યારે આજસૂને ૨થી ૫ અને કોંગ્રેસને ૮થી ૧૪ સીટ મળી શકે છે.
P MARQ ના એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પરંતુ તેમાં JMM -કોંગ્રેસ ગઠબંધન આગળ છે. ઈન્ડિયા ગઠબંધનને ૩૭-૪૭ સીટો મળી શકે છે. જ્યારે ભાજપને ૩૧-૪૦ સીટો મળી શકે છે.
ટાઈમ્સ નાઉ-જેવીસીના એક્ઝિટ પોલ પ્રમાણે ઝારખંડમાં ભાજપના ખાતામાં ૪૦થી ૪૪ સીટો આવી શકે છે. જ્યારે JMM -કોંગ્રેસ ગઠબંધનને ૩૦થી ૪૦ સીટ મળી શકે છે. તો આજસૂના ખાતામાં એક સીટ આવી શકે છે. ઝારખંડમાં PEOPLE’S PULSE ના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. ભાજપને ૪૨-૪૮ સીટો મળી શકે છે. જ્યારે જેએમએમને ૧૬થી ૨૩, આજસૂને ૨થી ૫ અને અન્યને ૮થી ૧૪ સીટો મળી શકે છે.