ગ્રામ્ય કોર્ટે ૩૦ નવેમ્બર સુધીના રિમાન્ડ કર્યા મંજુર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ થઈ ચુકી છે. કોર્ટે આ પાંચેય આરોપીઓને ૩૦ નવેમ્બરે ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
ખ્યાતિ હોસ્પિટલના વધુ પાંચ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ આરોપીઓ આણંદ પાસે એક ફાર્મ હાઉસમાં છુપાયેલા હતા. પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપીઓમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલનો સમાવેશ થાય છે. જેમાં પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય કોર્ટે ૩૦ નવેમ્બર સાંજે ૪ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
મુખ્ય આરોપી ચિરાગ રાજપૂતની પૂછ પરછમાં શું સામે આવ્યું ચિરાગ રાજપૂત શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તેમજ અલગ-અલગ હોસ્પીટલમાં એડમીન/માર્કેટીંગ / ડિરેકટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પીટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે. જેનો માસીક પગાર રૂપિયા ૭,૦૦,૦૦૦/- નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો. તેમજ ડોકટરને પણ તેની સુચનાનું પાલન કરવું પડતું હતુ. હોસ્પીટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો. ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાય ગયેલ. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.