ખ્યાતિના હત્યારાને પોલીસ કસ્ટડીમાં મળી રહી છે VIP સુવિધા !!

Share this Article:

આરોપી ડોક્ટરને કસ્ટડીમાં પોલીસ દ્વારા મળે છે VIP સુવિધા

ખ્યાતી હોસ્પિટલ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના જે કાળાકામો સામે આવ્ચા ત્યારબાદ ગુજરાતમાં ડોક્ટર અને હોસ્પિટલ પર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના નકલી ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર સફાળી જાગી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં જે બે લોકોના મોત થયા તેના ઓપરેશનો ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ ડોક્ટરને કસ્ટડીમાં વીઆઈપી ટ્રિટમેન્ટ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે.

ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પોલીસે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી હતી. તેને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ ડોક્ટર, પ્રશાંત વજીરાણીને પોલીસ સ્ટેશનમાં પોલીસની મિલીભગતથી વીઆઈપી સુવિધા મળી રહી હતી. તેને ઘરનું ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. આ ઘટના બાદ ફરજમાં નિષ્કાળજી દાખવનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડીસીપી ઝોન-૧ દ્વારા હેડ કોન્સ્ટેબલ લાલસંગ સાગરદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ તેના અલગ-અલગ કાંડો બહાર આવી રહ્યાં છે. ભૂતકાળમાં પણ આ હોસ્પિટલોએ વિવિધ જગ્યાએ કેમ્પ યોજી લોકોને જરૂર ન હોય તો પણ ઓપરેશનો કરી નાખ્યાં હતા. ઘણા લોકોએ આ ખ્યાતિ હોસ્પિટલા કાળા કામને કારણે જીવ પણ ગુમાવ્યા છે. હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. હવે અન્ય ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાશે.

ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ હવે સામે આવી રહ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલે આશરે એક મહિના પહેલા એક ભાઈનું ઓપરેશન કર્યું હતું. ત્યારથી તે વ્યક્તિની હાલત સતત ખરાબ છે. રાજસ્થાનના રહેવાસી લલિત લબાનાને તેમના ભત્રીજા ખ્યાતિ હોસ્પિટલમાં લાવ્યા હતા. આ અંગે વાત કરતા આકાશ લબાનાએ કહ્યું કે અમે એક મહિનો પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા તો અમને ડરાવવામાં આવ્યા હતા. ત્રણેય નસ બંધ છે અને પાંચ મિનિટમાં ઓપરેશન કરવું પડશે તેમ કહી ડોક્ટરોએ ડરાવ્યા હતા. અમને હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. ૩ લાખ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં કર્યા બાદ આજે પણ દર્દીની હાલત ખરાબ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.