Last Updated on by Sampurna Samachar
વિજાપુર-લાડોલ રોડ પર સર્જાયો અકસ્માત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિજાપુરના લાડોલ રોડ પર કારચાલકે ટક્કર મારતાં બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. આ અંગે કારચાલક વિરુદ્ધ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
નોધાવેલ ફરિયાદ અનુસાર વિજાપુર તાલુકાના લાડોલ રોડ ઉપર જંત્રાલ ગામના કાળાજી પ્રતાપજી ઠાકોર અને ભરતજી ગોકાજી ઠાકોર બાઈક લઈને વિજાપુરથી જંત્રાલ ગામે જઈ રહ્યા હતા એ દરમિયાન લાડોલ રોડ ઉપર આવેલા કોલ્ડ સ્ટોરેજ પાસે પાછળથી બ્રેઝા કારનાં ચાલક મહિલાએ ટક્કર મારતાં બાઈક ઉપર જઈ રહેલા કાળાજી ઠાકોર અને ભરતજી ઠાકોરને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હિંમતનગર લઈ જવામાં આવ્યા હતા. કારચાલક મહિલા લાડોલ રોડ પર આવેલી સ્કૂલમાં પરીક્ષા આપવા માટે આવી હતી જે અકસ્માત સર્જાયા બાદ કાર મૂકી પરીક્ષા આપવા માટે પહોંચી હતી. દરમિયાન ઇજાગ્રસ્ત કાળાજી પ્રતાપજી ઠાકોર (ઉં.વ. ૪૫)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.