પૂર્વ ક્રિકેટર ઈયાન રેડપથે ૮૩ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ કેનબેરામાં વોર્મ-અપ મેચ રમી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના પૂર્વ ક્રિકેટર ઈયાન રેડપાથનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. ઈયાને ઓસ્ટ્રેલિયા માટે ઘણી જગ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ૬૬ ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે ૫ વનડે મેચ પણ રમી છે.
રેડપથનું કરિયર ઘણું યાદગાર રહ્યું છે. તેમણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. રેડપથ આ મેચમાં સદી ફટકારવામાં ચૂકી ગયા હતા. તેમણે ૯૭ રનની ઇનિંગ રમી હતી. તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ૧૯૬૪ થી ૧૯૭૬ સુધી ચાલી હતી, અને છેલ્લી તેમની ટેસ્ટ ૧૯૯૬માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તેમજ છેલ્લી ર્ંડ્ઢૈં મેચ ૧૯૭૫માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી.
હકીકતમાં ટીમ ઈન્ડિયા હાલ કેનબેરામાં છે. અહીં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન અને ભારત વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન જ ઈયાન રેડપથના મોતના સમાચાર આવતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ શોકમાં ડુબી ગયું છે. જાે વોર્મ-અપ મેચની વાત કરવામાં આવે તો પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનએ પ્રથમ બેટિંગ કરતા ૨૪૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી હર્ષિત રાણાએ ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશ દીપે ૨ વિકેટ ઝડપી હતી. હવે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે.