મિસાઈલની રેન્જ ૩૫૦૦ કિલોમીટર
દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરવાની મિસાઈલની છે ખાસિયત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયન નેવીએ પોતાની ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS ARIGHAAT પહેલીવાર K-૪ SLBM નું સફળ પરીક્ષણ કર્યું છે. એટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ ૩૫૦૦ કિલોમીટર છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરે છે. એટલે કે દેશના ન્યુક્લિયર ટ્રાયડને એ તાકાત મળી જાય છે કે, જો જમીન પર સ્થિતિ સારી ન હોય તો પાણીની અંદરથી સબમરીન હુમલો કરી શકે છે.
K-4 SLBM એ એક ઈન્ટરમીડિયેટ રેન્જની સબમરીનથી લોન્ચ થનારી પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ છે. તેને નેવીની અરિહંત ક્લાસ સબમરીનમાં લગાવવામાં આવી છે. આ અગાઉ ભારતીય નૌકાદળ દ્ભ-૧૫નો ઉપયોગ કરી રહી હતી. પરંતુ K-4 વધુ સારી, સચોટ, મેન્યૂવરેબલ અને સરળતાથી ઓપરેટ થનારી મિસાઈલ છે.
INS અરિહંત અને અરિઘાટ સબમરીનોમાં ચાર વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ છે. જેના કારણે તે લોન્ચ થાય છે. આ મિસાઈલનું વજન ૧૭ ટન છે અને તેની લંબાઈ ૩૯ ફૂટ છે. તેનો વ્યાસ ૪.૩ મીટર છે. તે ૨૫૦૦ કિલો વજનના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે.
બે સ્ટેજની આ મિસાઈલ સોલિડ રોકેટ મોટરથી ચાલે છે. આમાં પ્રોપેલેન્ટ પણ સોલિડ જ પડે છે. તેની ઓપરેશનલ રેન્જ ૪૦૦૦ કિલોમીટર છે. ભારતનો નિયમ છે કે તે પહેલા કોઈ પર પરમાણુ હુમલો નહીં કરશે. પરંતુ જો તેના પર આ હુમલો કરવામાં આવે તો તે છોડશે નહી. તેથી નૌકાદળમાં આવી મિસાઈલો હોવી ખૂબ જ જરૂરી છે.
૧૫ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પાણીના ૧૬૦ ફૂટ અંદર પોન્ટૂન બનાવીને ત્યાંથી તેનું સફળ ડેવલપમેન્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૪ માર્ચ ૨૦૧૪ના રોજ અહીંથી જ અને એવી જ રીતે તકનીક સાથે પોન્ટૂનથી ફરીથી પ્રથમ સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૭ માર્ચ ૨૦૧૬ના રોજ બીજું સફળ ટેસ્ટ લોન્ચ થયું. તેની ટ્રેજેક્ટિરી ડિપ્રેસ્ડ હતી. ૨૦૧૬માં INS અરિહંતથી ૭૦૦ કિમીની રેન્જ માટે સફળ ટ્રાયલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
૧૭ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પાણીની અંદર પોન્ટૂનથી લોન્ચિંગ થઈ હતી પરંતુ તે અસફળ રહ્યું હતું. ત્યારબાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ પણ પોન્ટૂનથી જ ૩૫૦૦ કિમીની રેન્જ માટે પાંચમી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૨૦માં છઠ્ઠી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.