ચંડોળા તળાવ વિસ્તારમાંથી ઝડપાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસનપુર પોલીસે પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદે ઘુસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલીક અને સેક્ટર-૨ના જેસીપી જયપાલસિંહ રાઠોડના માર્દર્શન હેઠળ ઈસનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને માહિતી મળી હતી કે ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકો વગર પાસપોર્ટ અને વિઝા વગર ગેરકાયદે રહે છે.
જેમાં પોલીસે બે બાંગ્લાદેશીની ચંડોળા તળાવ વિસ્તારમાંથી ફોરેનર્સ એક્ટની કલમ હેઠળ ધરપકડ કરી હતી.તપાસમાં તેમના નામ સુઝોન ઈબાદત રતુન શેખ અને હરમાન રૂબેલ સોહેદ શેખનો સમાવેશ થાય છે. બન્ને બાંગ્લાદેશના કાલીયા થાણા વિસ્તારના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.