અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબીનેટના એક અધિકારી પર લાગ્યા ગંભીર આરોપો

Share this Article:

યૌન શોષણ અને ડ્રગ સેવનના આરોપ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી હસ્તી છે જેના નામે કોઈ ને કોઈ વિવાદ થયા જ કરે છે. અમેરિકાના પ્રમુખ તરીકેની પહેલી ટર્મ દરમિયાન પણ વિવાદોએ એમનો પીછો નહોતો છોડ્યો, અને આ વર્ષે તેઓ બીજી વાર પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે પણ એક યા બીજા કારણસર એમનું નામ સતત વિવાદોમાં ખરડાયા જ કરે છે. તાજો વિવાદ છે એમના વહીવટીતંત્રમાં પસંદગી પામેલા નેતાઓનો, જેમના પર યૌન શોષણ સહિતના ગંભીર આરોપ લાગી રહ્યા છે.

ટ્રમ્પ દ્વારા એટર્ની જનરલ તરીકેની નિમણૂક પામેલા મેટ ગેટ્‌ઝને લઈને વિવાદ છેડાઈ ગયો છે. તેમના પર યૌન શોષણ અને ડ્રગ સેવનનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ ગેટ્‌ઝ પર ગંભીર આરોપ મૂકતાં કહ્યું છે કે, તેણે પોતાની આંખે ગેટ્‌ઝને સગીર વયની છોકરી સાથે સંબંધ બાંધતા જોયા હતા. ગેટ્‌ઝ ડ્રગ્સનું સેવન કરતા હોવાનો આરોપ પણ લાગ્યો છે. તેમણે બંને આરોપ ખોટા ગણાવ્યા છે.

મેટ ગેટ્‌ઝને જે ડિપાર્ટમેન્ટના વડા નિયુક્ત કરવામાં આવ્યા છે એમાં ૪૦થી વધુ એજન્સીઓ આવે છે અને ૧.૧૫ લાખથી વધુ લોકો કામ કરે છે. ટ્રમ્પનું એવું કહેવું છે કે ગેટ્‌ઝ તેમની કેબિનેટમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હોવાથી એમને આ વિભાગના વડા બનાવાયા છે. મેટ ગેટ્‌ઝ કોંગ્રેસના સભ્યપદે હતા પણ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં જોડાવા માટે તેમણે રાજીનામું આપી દીધું હતું. ટ્રમ્પનો સાથ આપવાના ઈનામ તરીકે જ એમને એટર્ની જનરલ બનાવાયા હોવાની ચર્ચા અમેરિકામાં ચાલી રહી છે. ગેટ્‌ઝ સામે તપાસ ચાલી રહી છે. ટ્રમ્પના મંત્રીમંડળમાં સંરક્ષણ સચિવ તરીકે નિયુક્તિ પામેલા પીટ હેગસેગ પણ મેટ્‌ઝ જેવા જ આરોપોથી ઘેરાયેલા છે. હેગસેગ પર વર્ષ ૨૦૧૭માં યૌન શોષણના આરોપ લાગ્યા હતા.

મેટ્‌ઝની જેમ હેગસેગ પણ સતત તેમના પર લાગેલા આરોપોનું ખંડન કરતા રહ્યા છે. હેગસેગ જેવી વિવાદાસ્પદ વ્યક્તિને રક્ષા મંત્રી જેવું મહત્ત્વપૂર્ણ ખાતું સોંપાતા અમેરિકનો નારાજ થયા છે અને એનું પ્રતિબિંબ સોશિયલ મીડિયા પ્લેટ્‌ફોર્મ પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.  ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને સ્વાસ્થ્ય મંત્રી અને તુલસી ગબાર્ડને ઈન્ટેલિજન્સ વિભાગના ડિરેક્ટર તરીકે પસંદ કર્યા છે, એ બાબતે પણ અમેરિકાના રાજકારણ, મીડિયા અને આમ જનતામાં નકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યા છે.

ટ્રમ્પ દ્વારા નિમણૂક પામેલા એકથી વધુ અધિકારીઓ અને નેતાઓને લીધે વિવાદો થઈ રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ પ્રકારની બાબતોમાં શું રાષ્ટ્રપતિનો ર્નિણય અંતિમ હોય છે? જવાબ છે- ના. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિને મંજૂરી આપવા માટે સેનેટમાં ઓછામાં ઓછા ૫૧ સભ્યોનું સમર્થન મળવું ઈએ. ખુદ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતાઓ અને સેનેટરોએ કહી દીધું છે કે તેઓ ગેટ્‌ઝની નિમણૂકને મંજૂરી નહીં આપે. અન્ય વિવાદાસ્પદ નેતાઓની પસંદગી બાબતે પણ સેનેટરોનું વલણ આકરું છે, એટલે આગામી સમયમાં ટ્રમ્પના પોતાના જ નેતાઓ એમની વિરુદ્ધ થઈ જાય એવી શક્યતા છે.  ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ અનેક મહિલાઓએ જાતીય સતામણી, યૌન શોષણ અને બળાત્કાર સુદ્ધાંના આરોપ લગાવ્યા હોવાથી જાતીય ગેરવર્તણૂક કરનારા અધિકારીઓ અને નેતાઓ એમના મતે સજાપાત્ર નથી, એ પ્રકારની મજાક અમેરિકામાં ચાલી રહી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.