યુરોપીયન દેશો પરમાણુ યુદ્ધના ખતરાને લઈને સતર્ક
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ચેતવણી બાદ અમેરિકાએ પરમાણુ હુમલાના ભય વચ્ચે યુક્રેનમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું છે. અમેરિકાએ સંભવિત હવાઈ હુમલાની ધમકીને ટાંકીને યુક્રેનની રાજધાની કિવમાં પોતાના દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરી દેવાની જાહેરાત કરી છે. એમ્બેસીએ એક નિવેદન જારી કરીને કિવમાં તેના સ્ટાફને કામ બંધ કરવાની સલાહ આપી છે. આ સાથે યુક્રેનમાં રહેતા અમેરિકન નાગરિકોને પણ સંભવિત હવાઈ હુમલાને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
રશિયાના પ્રમુખ પુતિને બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી આપવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું હવે રશિયા-યુક્રેન પર પરમાણુ હુમલો કરશે? નિષ્ણાતો કહી રહ્યા છે કે, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરીને લક્ષ્મણ રેખા પાર કરી છે. આ જ કારણ છે કે, હવે યુરોપીયન દેશો પરમાણુ યુદ્ધના ખતરાને લઈને સતર્ક થઈ રહ્યા છે. નોર્વે-ફિનલેન્ડ-ડેનમાર્કમાં લોકોએ ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, રશિયામાં દ્ગ-ઇીજૈજંટ્ઠહં મોબાઇલ બંકર બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.
હાલમાં જ અમેરિકી પ્રમુખ જો બાઈડને રશિયા સામે યુક્રેનના લાંબા અંતરની મિસાઈલ હુમલાને મંજૂરી આપી હતી. એટલે કે યુક્રેનને રશિયાની અંદરના હુમલા માટે સુપરસોનિક મિસાઈલ ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. અમેરિકાના આ ર્નિણય બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેમણે
બદલી નાખ્યા હતા. પુતિને જાહેરાત કરી હતી કે, જો યુક્રેન બેલેસ્ટિક મિસાઈલ છોડશે તો તેઓ પરમાણુ હુમલો કરશે. આ બધું ત્યારે બદલાઈ ગયું જ્યારે યુક્રેને રશિયાની અંદર નિશાન બનાવીને છ લાંબા અંતરની અમેરિકન મિસાઈલો છોડી. યુક્રેન અગાઉ પણ છ્છઝ્રસ્જીનો ઉપયોગ કરતું હતું, પરંતુ તેનો ઉપયોગ સરહદી વિસ્તારો સુધી મર્યાદિત હતો. આ એક સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ છે, જે ૩૦૦ કિલોમીટર દૂર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. તેની લાંબા અંતરની સ્ટ્રાઈક ક્ષમતાના કારણે આ મિસાઈલ યુક્રેન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
કેટલાક દેશો માને છે કે, ત્રીજા વિશ્વ યુદ્ધનો સમય હવે દૂર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, રશિયાની નવી પરમાણુ નીતિથી ત્રીજા વિશ્વ યુદ્ધનું જાેખમ વધી ગયું છે. આ જ કારણ છે કે, ડરી ગયેલા દેશોએ પોતાના નાગરિકો માટે પેમ્ફલેટ જારી કરીને યુદ્ધની તૈયારી કરવાની સલાહ આપી છે. ઘણા દ્ગછ્ર્ં દેશો તેમના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે કહી રહ્યા છે. અહેવાલ અનુસાર, સ્વીડને તેના નાગરિકોને ચેતવણી આપી છે અને પરમાણુ યુદ્ધના ભય વચ્ચે પેમ્ફલેટનું વિતરણ કર્યું છે. જેમાં તેના નાગરિકોને આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. આ પેમ્ફલેટ બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર પાંચ વખત બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે આ પેમ્ફલેટ દરેક નાગરિકના ઘરે મોકલવામાં આવી છે.
આ દરમિયાન નોર્વેએ તેના નાગરિકો વચ્ચે ઇમરજન્સી પેમ્ફલેટ પણ જારી કર્યા છે, જેમાં લોકોને સમગ્ર યુદ્ધ વિશે સમજાવવામાં આવ્યું છે. આ સાથે કોઈ પણ ઈમરજન્સીના સંજોગોમાં એક અઠવાડિયા સુધી ભોજન અને પાણીની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે. ડેનમાર્કે પહેલાથી જ તેના નાગરિકોને રાશન, પાણી અને દવાઓનો સ્ટોક કરવા માટે ઈમેલ મોકલી દીધો છે જેથી કરીને તેઓ પરમાણુ હુમલાના કિસ્સામાં ત્રણ દિવસ માટે ઈમરજન્સી વ્યવસ્થા કરી શકે. સ્વીડિશની લિસ્ટમાં બટાકા, કોબી, ગાજર, ઈંડા, બોલોગ્નીસ સોસ, તૈયાર બ્લુબેરી અને રોઝશીપ સૂપ સામેલ છે. ઘણા નાટો દેશો હવે યુદ્ધથી ડરી રહ્યા છે અને તેની તૈયારી કરી રહ્યા છે.
રશિયા સાથેની લાંબી સરહદ અને બીજા વિશ્વયુદ્ધમાં સોવિયત યુનિયન સાથેના યુદ્ધના અનુભવને કારણે ફિનલેન્ડ વિશ્વ યુદ્ધને લઈને વધુ સાવચેત છે પરંતુ સ્વીડને હાલમાં જ વિશ્વ યુદ્ધની તૈયારી શરૂ કરી છે. ફિનલેન્ડે પણ તેના નાગરિકોને ઇમરજન્સી માટે તૈયાર રહેવા કહ્યું છે. ફિનલેન્ડે પોતાના ઓનલાઈન બ્રોશરને અપડેટ કરી નાખ્યું છે. અલગ-અલગ પરિસ્થિતિઓમાં શું કરવું જાેઈએ તે માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. નાગરિકોને સંકટની સ્થિતિમાં પોતાને સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. ફિનલેન્ડે નાગરિકોને જણાવ્યું છે કે, શિયાળામાં જેટલા નીચા તાપમાનમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું. યાદીમાં આયોડિનની ગોળીઓ અને સરળતાથી રાંધવા માટેનો ખોરાક, પાલતુ પ્રાણીઓનો ખોરાક અને બેકઅપ પાવર સપ્લાયનો સમાવેશ થાય છે.