છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવનાર મહિલાનો ઘટસ્ફોટ
પુછપરછમાં વધુ લોકોના નામ ખુલવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીના મોટી કુંકાવાવમાં ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. વડિયા પોલીસ સ્ટેશનમાં ૨૬ નવેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ બાદ આ કેસ મામલે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે.
માહિતી મુજબ અમરેલીના ઓમનગરમા મકાન ભાડે રાખીને રહેતી એક મહિલા અને દીપક નામનો દલાલ ગરીબ વર્ગની છોકરીઓને પોતાના રહેણાંક મકાનમાં રાખી તેને જૂદી-જૂદી જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવવા મોકલતા હતા.
દેહવ્યપાર કરાવતી આરોપી મહિલા અને દીપક નામના દલાલ સામે પોલીસે ગુનો દાખલ કરીને આરોપી મહિલાને ઝડપી લીધી છે. જેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ પુછપરછમાં હજી અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા છે.