લગ્નની લાલચે યુવતીને પીંખી નાખી
પોલીસે ૩ નરાધમોને ઝડપી પાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યભરમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમરેલીના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટનાને લઇ યુવતીએ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. જેમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા છે, જ્યારે એક ફરાર થયો છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલી શહેરના કુકાવાવમા સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. કુકાવાવમાં ૨૧ વર્ષીય યુવતીની સાથે હેવાનોએ લગ્નની લાલચે યુવતીને પીંખી નાખી હતી. મળતી માહિતી મુજબ અનિલ વિનુભાઇ દેસાઇ નામના શખ્સે ૨૧ વર્ષીય યુવતીને લગ્નની લાલચે મીઠી મીઠી વાતોમાં ભોળવીને પોતાના મિત્ર પ્રીતેશ રસિકભાઈ આસોદરિયાના ઘરે લઇ ગયો હતો. જ્યાં યુવતીને બળજબરી કરીને સુવડાવી શરીર પર બચકાં ભર્યા અને માથાના વાળ પકડીને દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટનાને લઇ યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રિતેશ ઉર્ફે પદીયો રસિકભાઈ આસોદરીયા, દકુ રામજી વેકરીયા, અનિલ દેસાઈ અને સોમાભાઈ આલાણી સામે ગુનો નોંધાયો હતો. આ ઘટનાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેને લઇ હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આવી ઘટનાને લઇ ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.
પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, જેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ફરાર થયેલા એક શખ્સને દબોચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ પોલીસ ઘટનાને ગંભીરતાથી લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી છે. ૨૫ નવેમ્બરના રોજ યુવતીએ વડિયા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ સામૂહિક દુષ્કર્મની આ ઘટનામાં હજી બીજા ૧૦નાં નામ સામે આવવાની શક્યતા જોવામાં આવી રહી છે.