Last Updated on by Sampurna Samachar
અભિષેકની ‘ આઈ વોન્ટ ટુ ટોક’ ફિલ્મ આવી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડાના સમાચારના કારણે ઘણી ચર્ચામાં છે. ત્યારે એક્ટરે તેની આગામી ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન દરમિયાન પોતાનાજીવન વિશે વાત કરી હતી. એવામાં અભિષેકની જે કહ્યું તેને તેના સંબંધો બાબત પર ચાલતી અફવા સાથે જોડવામાં આવી રહ્યું છે.
અભિષેક બચ્ચને તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં પોતાના જીવન વિશે વાત કરી હતી. તેમણે જીવન ગોટાળે ચડી ગયાનું સ્વીકાર્યું હતું. અભિષેકે કહ્યું, ‘જિંદગી તમને ખાતરી આપે છે કે દરેક માટે થોડી જગ્યા છે અને મને આશા છે કે આપણા બધાના જીવનમાં અમુક પ્રકારની સમાનતા હશે. આપણે બધા જીવનની મૂંઝવણમાં ફસાયેલા છીએ, આપણને જે કરવાનું કહેવામાં આવે છે તે જ કરી રહ્યા છીએ.
આપણામાંથી કેટલાકને કોર્પોરેટ નોકરીઓ મળી છે, તો કેટલાક કલાકારો છે અને જીવન જ નિર્ધારિત કરે છે કે તમારે શું કરવું જોઈએ અને તમારે તે કેવી રીતે કરવું જોઈએ.’ અભિષેક બચ્ચનના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ ૨૦૦૭માં ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કપલ વિશે એવી અફવાઓ ચાલી રહી છે કે તેમના સંબંધો પહેલા જેવા સારા નથી. આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ઐશ્વર્યા રાયએ બચ્ચન પરિવાર વગર જ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. તેમજ ત્યારબાદ અભિષેક બચ્ચને ‘છૂટાછેડા પોસ્ટ’ લાઈક કરતા અફવાઓને વેગ મળ્યો હતો.