Last Updated on by Sampurna Samachar
લાંબી બિમારીનો સામનો કરી રહેલા દર્દીઓને સીધો ફાયદો થશે
સરકારે ૩૫ જરૂરી દવાઓના ભાવ ઘટાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં દર્દીઓને મોટી રાહત આપવા માટે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ૩૫ જરૂરી દવાઓના ભાવ ઘટાડી દીધા છે. આ દવાઓ ઘણી મોટી ફાર્મા કંપનીઓ દ્વારા વેચવામાં આવે છે અને તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, હાર્ટ, એન્ટિબાયોટિક, ડાયાબિટીઝ અને સાઇકિએન્ટ્રિક જેવી મહત્વની દવાઓ સામેલ છે. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે NPPA ના પ્રાઇઝ રેગ્યુલેશનના આધારે આ નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ભાવ લાગુ થયા પછી લાંબી બિમારીનો સામનો કરી રહેલા દર્દીઓને સીધો ફાયદો થશે.

નોટિફિકેશન મુજબ, કેટલીક મુખ્ય ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સની કિંમતો ઘટાડવામાં આવી છે, જેમાં એસિક્લોફેનેક-પેરાસિટામોલ-ટ્રિપ્સિન કાઇમોટ્રિપ્સિન, એમોક્સિસિલિન અને પોટેશિયમ ક્લેવુલાનેટ, એટોરવાસ્ટેટિન કોમ્બિનેશન્સ અને નવા ઓરલ એન્ટી-ડાયાબિટિક કોમ્બિનેશન્સ જેમ કે એમ્પાગ્લિફ્લોઝિન, સિટાગ્લિપ્ટિન અને મેટફોર્મિનનો સમાવેશ થાય છે.
જૂના પ્રાઇસ ઓર્ડર રદ માનવામાં આવશે
ઉદાહરણ તરીકે, ડૉ. રેડ્ડીઝ લેબ્સ દ્વારા માર્કેટ કરવામાં આવતી એક એસિક્લોફેનેક-પેરાસિટામોલ-ટ્રિપ્સિન કાઇમોટ્રિપ્સિન ટેબલેટ હવે ૧૩ રૂપિયામાં મળશે, જ્યારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની એ જ ટેબલેટ ૧૫.૦૧ રૂપિયામાં ઉપલબ્ધ થશે. હાર્ટ પેશન્ટ્સ માટે મહત્વની માનવામાં આવતી એટોરવાસ્ટેટિન ૪૦ MG અને ક્લોપિડોગ્રેલ ૭૫ MG ની ટેબલેટનો ભાવ હવે ૨૫.૬૧ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
બાળકો માટે સીફિક્સાઇમ-પેરાસિટામોલ ઓરલ સસ્પેન્શન પણ આ લિસ્ટમાં છે. તે જ રીતે, વિટામિન ડ્ઢની જરૂરિયાત પૂરી કરવા માટે કોલેકેલ્સિફેરોલ ડ્રોપ્સ અને દુખાવો અને સોજા માટે ડાઇક્લોફેનેક ઇન્જેક્શન (૩૧.૭૭ રૂપિયા પ્રતિ મિલી)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. NPPA એ કહ્યું કે તમામ રિટેલર્સ અને ડીલર્સને તેમના સ્ટોર પર નવી પ્રાઇસ લિસ્ટ સ્પષ્ટ રીતે ડિસ્પ્લે કરવી પડશે.
જો કોઈ નક્કી કરેલી કિંમતો કરતાં વધુ ચાર્જ કરે છે, તો તેના પર ૨૦૧૩ અને Essential Commodities Act 1955 ૧૯૫૫ હેઠળ દંડ અને વ્યાજ સહિત વધારાની વસૂલાતની કાર્યવાહી થઈ શકે છે.
નવી કિંમતો GST વિના નક્કી કરવામાં આવી છે અને ઉત્પાદક કંપનીઓને આ કિંમતો અનુસાર અપડેટેડ લિસ્ટ ફોર્મ V માં Integrated Pharmaceutical Database Management System પર અપલોડ કરવી પડશે. આ માહિતી NPPA અને રાજ્ય ઔષધ નિયંત્રકોને પણ મોકલવી પડશે. આ નોટિફિકેશન લાગુ થતાં જ અગાઉ જારી કરેલા તમામ જૂના પ્રાઇસ ઓર્ડર રદ માનવામાં આવશે. NPPA , જે કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય હેઠળ કામ કરે છે, દેશમાં દવા કિંમતો નક્કી અને મોનિટર કરતી મુખ્ય સંસ્થા છે.