Last Updated on by Sampurna Samachar
વક્ફ બિલ ઉપર JPC નો કાર્યકાળ વધારવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિએ વક્ફ બિલ અંગે તેનો રિપોર્ટ રજૂ કરવાનો હતો. શિયાળુ સત્રના એજન્ડામાં પણ આ મુદ્દો સામેલ હતો. જોકે JPC માં સામેલ વિપક્ષના સાંસદો કાર્યકાળ આગળ વધારવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરનારા ભાજપના સાંસદ જગદંબિકા પાલે દાવો કર્યો હતો કે તેમનો રિપોર્ટ તૈયાર છે. જોકે જેપીસીનો રિપોર્ટ ગૃહમાં રજૂ થાય તેના એક દિવસ પહેલા જ JPC નો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ મંજૂર કરી લેવામાં આવ્યો છે. JPC પ્રમુખ પાલે વધુ સમયની માંગ કરતા કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો હતો જેને પસાર કરી દેવામાં આવ્યો હતો.
જોકે હવે વક્ફ બિલ આગામી બજેટ સત્ર ૨૦૨૫ના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે. વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ માટે રચાયેલી JPC નો કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ પાસ થયા બાદ લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના વ્યવહારની ટીકા કરી હતી.