Last Updated on by Sampurna Samachar
રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૧૪ લાખ કરોડનો વધારો થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાંબા સમયથી શેર બજારમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે. રોકેટ ગતિએ શેરબજાર ખુલ્યું હતું. સેન્સેક્સ ખુલતાની સાથે જ ૧૦૦૦ પોઈન્ટ વધી ગયો હતો. જ્યારે નિફ્ટીએ બજારની શરૂઆત સાથે ત્રણ સદીનો ઉછાળો મેળવ્યો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની જંગી જીતે બજારને મજબૂત સરકારની ખાતરી આપી. આ વિશ્વાસને કારણે સોમવાર ૨૫ નવેમ્બરના રોજ શેરબજારે લાંબા સમય બાદ ૮૦ હજારનો આંકડો પાર કર્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનની શાનદાર જીત અને મોટી કંપનીઓના શેરમાં ખરીદીને કારણે સ્થાનિક શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ ૯૯૩ પોઈન્ટની છલાંગ લાગાવી છે અને નિફ્ટીમાં પણ ૩૧૫ પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો છે. BSE ના ૩૦ શેર પર બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ પાછલા સત્રની તેજીને ચાલુ રાખીને ૯૯૨.૭૪ પોઈન્ટ એટલે કે ૧.૨૫ ટકા વધીને ૮૦,૧૦૯.૮૫ પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે ૧,૩૫૫.૯૭ પોઈન્ટ વધીને ૮૦,૪૭૩.૦૮ પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ નિફ્ટી ૩૧૪.૬૫ પોઈન્ટ એટલે કે ૧.૩૨ ટકા વધીને ૨૪,૨૨૧.૯૦ પોઈન્ટ પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની જીત અને શોર્ટ કવરિંગમાં વધારાને કારણે રોકાણકારોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો. ચારેતરફ તેજીના કારણે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૧૪ લાખ કરોડનો વધારો થયો છે. સેન્સેક્સ પર લાર્સન એન્ડ ટુબ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્કના શેરમાં સૌથી વધુ વધારો જાેવા મળ્યો હતો. બીજી તરફ જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, મારુતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ અને એચસીએલ ટેકના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઓનલાઈન કેટરિંગ સપ્લાયર ઝોમેટોનો ૨૩ ડિસેમ્બરથી સ્ટીલની જગ્યાએ BSE સેન્સેક્સ જૂથમાં સમાવેશ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું કે, બજારમાં બધાને આશ્ચર્યચકિત કરવાની પોતાની ક્ષમકા શુક્રવારે નિફ્ટીમાં ૫૫૭ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને આ સિલસિલો મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનની શાનદાર પ્રદર્શનના કારણે ચાલુ રહેશે.
આ ચૂંટણીમાં વ્યાપક રાજકીય સંદેશ છે અને બજારના પરિપ્રેક્ષ્યમાં તે ખૂબ જ સકારાત્મક છે. શનિવારે જાહેર થયેલા મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતીને સત્તામાં પરત ફર્યું છે.
એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ઉછાળા સાથે બંધ થયો હતો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપનું બજાર બપોરના કારોબારમાં લાભમાં હતું. શુક્રવારે અમેરિકાનું બજાર સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૦ ટકા ઘટીને ઇં૭૪.૮૭ પ્રતિ બેરલ પર આવી ગયું છે. શેરબજારના આંકડા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૧,૨૭૮.૩૭ કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. શુક્રવારે સેન્સેક્સ ૧,૯૬૧.૩૨ પોઈન્ટ વધીને ૭૯,૧૧૭.૧૧ પોઈન્ટ અને નિફ્ટી ૫૫૭.૩૫ પોઈન્ટ વધીને ૨૩,૯૦૭.૨૫ પોઈન્ટ પર બંધ થયું હતું.