જાણો એક્ઝિટ પોલના પરિણામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે એક તબક્કામાં મતદાન સંપન્ન થયું છે. વિધાનસભાની ૨૮૮ સીટો પર મતદાન થયું છે. આ ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે ટક્કર હતી. રાજ્યમાં મતદાન બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. તમે પણ જુઓ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીની સરકાર બની રહી છે. એક્ઝિટના આંકડા એ ફાઈનલ પરિણામ નથી. સત્તાવાર પરિણામ ૨૩ નવેમ્બરે જાહેર થશે.
people ‘ s pulse નો એક્ઝિટ પોલ સામે આવી ગયો છે. આ એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન મહાયુતિને ૧૮૨ સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી-શિવસેના ગઠબંધનને ૯૭ સીટો મળી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં ૯ સીટ આવી શકે છે. ત્યારે Matrize ના એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં મહાયુતિ સરકારની વાપસી થઈ શકે છે. મહાયુતિ ગઠબંધનને ૧૫૦-૧૭૦ સીટો મળી શકે છે. જ્યારે મહા વિકાસ અઘાડીને ૧૧૦-૧૩૦ સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં ૮-૧૦ સીટો જઈ શકે છે. P – marq ના આંકડા પ્રમાણે મહાયુતિને ૧૩૭-૧૫૭ સીટો મળી શકે છે. જ્યારે મહા વિકાસ અઘાડીને ૧૨૬-૧૪૬ સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં ૨-૮ સીટો મળી શકે છે.
ન્યૂઝ ૨૪-ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ મહાયુતિની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મહાયુતિ એટલે કે ભાજપ ગઠબંધનને ૧૫૨-૧૬૦ સીટો મળી શકે છે. તો કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધનને ૧૩૦-૧૩૮ સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં ૬થી ૮ સીટો આવી શકે છે.
લોકશાહી મરાઠીના આંકડામાં ભારતીય જનતા પાર્ટી અને એમવીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને ૧૨૮-૧૪૨ સીટો મળી રહી છે. જ્યારે મહા વિકાસ અઘાડીને ૧૨૫-૧૪૦ સીટો મળી શકે છે. તો અન્યના ખાતામાં ૧૮થી ૨૩ સીટો આવી શકે છે.
ટાઈમ્સ નાઉ-જેવીસીના એક્ઝિટ પોલમાં મહાયુતિને બહુમતી મળી શકે છે. મહાયુતીને ૧૫૦-૧૬૭ સીટો મળી શકે છે. જ્યારે મહા વિકાસ અઘાડીને ૧૦૭-૧૨૫ સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં ૧૩-૧૪ સીટો આવી શકે છે.