Last Updated on by Sampurna Samachar
તેલંગાણા પોલીસની મોટી કાર્યવાહી
મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણા પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. મુલુગુ જિલ્લાના એથુરંગારમના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મુલુગુ SP ડો. સબારિશે જણાવ્યું હતું કે, ‘માઓવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.’
અહેવાલો અનુસાર, તેલંગાણા પોલીસ અને માઓવાદીઓ વચ્ચે મુલુગુ જિલ્લાના એથુરંગારામ મંડલના ચલપાકા વિસ્તારના જંગલોમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં યેલેન્ડુ-નરસમપેટ વિસ્તાર સમિતિના કમાન્ડર બદરુ ઉર્ફે પાપન્ના માર્યો ગયો હવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ તેલંગાણાના ભદ્રાદ્રીના કોઠાગુડેમ વિસ્તારમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં છ માઓવાદીઓ માર્યા ગયા હતા અને બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. માર્યા ગયેલા માઓવાદીઓમાં એક મહિલા પણ સામેલ છે.