Last Updated on by Sampurna Samachar
આ બાતમીના આધારે સુરત પીસીબીની ટીમે ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો
૧૦,૦૦૦નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેર પોલીસની પીસીબી શાખાએ એક સરાહનીય કામગીરી કરતા છેલ્લા આઠ વર્ષથીપોલીસને થાપ આપી રહેલા હત્યાના આરોપીને મહારાષ્ટ્રના બારામતી ખાતેથી દબોચી લીધો છે. ભાવનગરજિલ્લાના તળાજા તાલુકામાં વર્ષ ૨૦૧૮માં થયેલી એક હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી સુનીલ કિશોરપ્રસાદ પોલીસ પકડથી દૂર હતો, જેને ઝડપી પાડવા માટે ૧૦,૦૦૦નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

વર્ષ૨૦૧૮માં આરોપી સુનીલ કિશોર પ્રસાદે અંગત અદાવત રાખીને વિનોદ યાદવ નામના વ્યક્તિની કરપીણ હત્યાકરી હતી. આ લોહિયાળ ઘટના બાદ આરોપી ધરપકડથી બચવા માટે ગુજરાત છોડી મહારાષ્ટ્ર ભાગી ગયોહતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના બારામતી MIDC વિસ્તારમાં પોતાનીઓળખ છુપાવીને મજૂરી કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત પીસીબીની ટીમે ઓપરેશન પાર પાડીતેને ઝડપી લીધો હતો.
આરોપી લાંબા સમયથી નાસતો–ફરતો હોવાથી પોલીસ માટે તેને પકડવો એક પડકારહતો. સુરત પીસીબી પોલીસે આરોપીની કાયદેસરની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે તેનેભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી ગંભીર ગુના આચરીને બીજારાજ્યોમાં છુપાઈ જનારા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. ૮ વર્ષ જૂના વણઉકેલાયેલા કેસમાં આરોપીની ધરપકડથતા મૃતકના પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે.