ડીસા બેંકના ત્રણ અધિકારી સહિત પાંચ લોકોને ઝડપી લેવાયા
ગેંગે બેદરકારીનો ફાયદો ઉઠાવી ૧.૧૫ કરોડ પચાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી ૧.૧૫ કરોડ રૂપિયા પડાવવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ડીસા યસ બેંકના ત્રણ અધિકારી સહિત પાંચ લોકોને ઝડપી લીધા છે. જેમા આશ્ચર્યજનક વાત એ છે કે આ આરોપીઓ પૈકી ૨ આરોપીઓ તો બેન્કના કર્મચારી હોવાનું સામે આવ્યું છે.
ડિજિટલ એરેસ્ટ ક્રાઇમને અંજામ આપતા ગેંગના વ્યક્તિઓ, બેંક ખાતા ખોલવામાં મદદ કરનાર યસ બેન્કના કર્મચારીઓ તમામને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમને બેંકમાં ખાતું ખોલવામાં પૈસા ટ્રાન્સફર કરવામાં મદદગારી કરનારા પાંચ આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. આ આરોપીઓના નામ જીગર જોષી,જતિન ચોખાવાલા, દિપક ઉર્ફે દિપુ સોની, માવજીભાઇ પટેલ, અનીલકુમાર ઉર્ફે ભુટા મંડા છે. આ ગેંગે તેમની બેદરકારીનો ફાયદો ઉઠાવીને ૧.૧૫ કરોડ રૂપિયા હડપ કરી લીધા હતા. આ ગેંગ બેંક એકાઉન્ટના નાણા બેંકમાંથી વિડ્રો કરવામાં તેમજ ગુનાહીત પ્રવુતી કરવા માટે વપરાયેલ બેંક ખાતુ કોઇ પણ જાતના એડ્રેસ પ્રુફ લીધા વગર ખોલી આપવાનું કામ કરતી હતી.
સુરતના એક ૯૦ વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા હતા. ૯૦ વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઈસમોએ ફોન કરીને મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી ૪૦૦ ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મનીલોન્ડ્રિંગનો કેસ થયો હોવાનું જણાવ્યું હતું. ડ્રગ્સ મંગાવ્યાનુ કહીને ગઠિયાઓ અનેક લોકો સાથે ઠગાઈ કરી ડીઝીટલ એરેસ્ટ કરતા. એટલુંજ નહિ કોર્ટમાંથી અરેસ્ટ વોરંટ નીકળ્યો હોવાનું ફોન પર ડરાવી કે પછીવિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવતા હતા. આ ગેંગ બેન્ક ખાતામાં આવેલ ફ્રોડ એકાઉન્ટ અન્ય સેવીંગ ખાતામાં ટ્રાન્સફર કરાવી રોકડ કરવામાં મદદગારી કરી બદલામાં ૧૦ ટકા કમિશન પણ લેતી હતી.