ગેહલોતને કાનૂની પ્રેક્ટિસમાં ૧૬ વર્ષથી વધુનો અનુભવ
ભાજપ સાથે હાથ મિલાવવાનો કૈલાશ ગેહલોતનો અનુભવ દિલ્હીના લોકો માટે ઉપયોગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ, પરિવહન, આઈટી અને મહિલા અને બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળતા હતા. કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું સ્વાગત કર્યું હતું. સચદેવાએ કહ્યું કે કૈલાશ ગેહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. ગામના જાણીતા ચહેરા તરીકે ગેહલોત ભાજપમાં જોડાયા છે. તેમજ ભાજપ સાથે હાથ મિલાવવાનો કૈલાશ ગેહલોતનો અનુભવ દિલ્હીના લોકો માટે ઉપયોગી થશે.’
કૈલાશ ગેહલોતે આ પ્રસંગે કહ્યું કે, ‘હું કોઈપણ દબાણ વગર ભાજપમાં જોડાયો છું. હું સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો હતો. હવે ભાજપ દ્વારા મને જે પણ ભૂમિકા આપવામાં આવશે હું તે ભજવીશ.’ કૈલાશ ગેહલોતે પોતાના પર લાગેલા આરોપો વિષે સ્પષ્ટતા કરતા કહ્યું, આમ આદમી પાર્ટી છોડીને જવું સરળ નહોતું. આપમાં પરિસ્થિતિ અનુકુળ ન હતી. પાર્ટીમાં આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો.’ તેમણે વધુમાં કહ્યું, ‘ED અને CBIના દબાણની વાત ખોટી છે. હું કોઈના દબાણમાં આવીને ર્નિણય લેતો નથી. દરેક મામલે કેન્દ્ર સાથે ટકરાવ ખોટો છે.’
કૈલાશ ગેહલોત કેજરીવાલ અને આતિશી બંનેની કેબિનેટમાં ખાસ મંત્રીઓમાં સ્થાન ધરાવતા હતા. ગેહલોતે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે ‘શીશમહેલ’ અને યમુનાની સફાઈ જેવા ઘણા શરમજનક મુદ્દા છે, જેના કારણે દરેક શંકા કરી રહ્યા છે કે શું આપણે હજુ પણ આમ આદમી જ છીએ. કૈલાશ ગેહલોતે પોતાના રાજીનામામાં લખ્યું છે કે દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સાથે લડવામાં વિતાવશે જેથી રાજ્ય પ્રગતિ કરી શકશે નહિ. મારી પાસે આપ થી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. તેમને વધુમાં કહ્યું હતું કે હું પ્રામાણિક રાજનીતિના કારણે જ પાર્ટીમાં જોડાયો હતો, હવે તે નથી રહી.
આપ એ કૈલાશ ગેહલોતના રાજીનામાં અંગે કહ્યું હતું કે, ‘કૈલાશ વિરુદ્ધ ED અને ઈન્કમ ટેક્સના ઘણા કેસ પેન્ડિંગ છે. ઈડી અને ઈન્કમટેક્સ દ્વારા કૈલાશ ગેહલોત પર ઘણા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની પાસે ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ ભાજપનું ગંદુ ષડયંત્ર છે. ભાજપ ઇડી અને સીબીઆઇના બળ પર દિલ્હીની ચૂંટણી જીતવા માંગે છે. કૈલાશ ગેહલોત સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ પણ છે અને કાનૂની પ્રેક્ટિસમાં ૧૬ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. ગેહલોત ૨૦૦૫ થી ૨૦૦૭ દરમિયાન દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના કાર્યકારી સભ્ય પણ હતા.