મહુવામાંથી એમ્બરગ્રીસ માછલીની ઉલટીના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા
ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉલટી શબ્દ સાંભળતા જ લોકોના મો બગડી જાય પરંતુ દરિયાની એક માછલી એવી છે જેની ઉલટી કોઇને પણ માલામાલ કરી દે અને તે માછલી એટલે એમ્બરગ્રીસ. જેની ઉલટીથી લોકો લાખો રૂપિયા કમાય છે. ત્યારે ભાવનગરના મહુવામાં આ જ માછલીની ઉલટી સાથે આરોપીઓ ઝડપાયા છે. મહુવા ASP અંશુલ જૈન અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રતિબંધિત કિંમતી વેલ માછલીની ઊલટી મળી આવી છે. શહેરના ચોક્સ વિસ્તારમાંથી મસમોટા જથ્થામાં ખૂબ કિંમતી એવી એમ્બરગ્રીસ માછલીની ઉલટીનો જથ્થો પડ્યો છે. જ્યા રેડ કરતાં ગાયત્રી મંદિરની સામે આવેલા ભવાની નગર પાસેથી એક માલિકીની જગ્યા પરથી આ જથ્થો ઝડપાયો. જેની જાણ થતાં ASP ની ટીમ તેમજ ફોરેસ્ટ વિભાગ તેમજ FSL ની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
આપને કહી દઇએ કે બેશકિંમતી ઘોલ માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી હતી. આ માછલી જેની જાળમાં આવે છે, તે માછીમાર બની જાય છે લખપતિ. ગુજરાતનો દરિયો આવી માછલીના ખજાનાના ભંડારથી ભરેલો છે.
ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે. રૂપિયા ૫ હજાર કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું ૧૭ ટકા જેટલું યોગદાન છે. છેલ્લા ૯ વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.